| 1 | Assign | કામ આપવું/સોંપવું | The manager will assign tasks to the team. | મેનેજર ટીમને કામ સોંપશે. |
| 2 | Attend | હાજર રહેવું | All employees must attend the meeting. | બધા કર્મચારીઓએ બેઠકમાં હાજર રહેવું જોઈએ. |
| 3 | Approve | મંજૂરી આપવી | The principal approved the new timetable. | આચાર્યશ્રીએ નવો સમયપત્રક મંજૂર કર્યો. |
| 4 | Contribute | યોગદાન આપવું | Each member will contribute ideas for the project. | દરેક સભ્યએ પ્રોજેક્ટ માટે વિચારોનું યોગદાન આપશે. |
| 5 | Discuss | ચર્ચા કરવી | We will discuss the report tomorrow. | આપણે રિપોર્ટની ચર્ચા કાલે કરીશું. |
|
| 6 | Confirm | ખાતરી આપવી | Please confirm your attendance for the event. | કૃપા કરીને કાર્યક્રમ માટે તમારી હાજરીની ખાતરી આપો. |
| 7 | Inform | જાણ કરવી | He informed me about the new rule. | તેણે મને નવા નિયમ વિશે જાણ કરી. |
| 8 | Prepare | તૈયારી કરવી | She prepared the report before the deadline | તેણે સમયમર્યાદા પહેલાં રિપોર્ટ તૈયાર કર્યો. |
| 9 | Submit | સોંપવું | Students must submit their homework on time. | વિદ્યાર્થીઓએ સમયસર ડોમવર્ક સોંપવું જોઈએ. |
| 10 | Support | મદદ કરવી / ટેકો આપવો / સહકાર | The teacher supported the student during the presentation. | શિક્ષકે પ્રેઝન્ટેશન દરમ્યાન વિદ્યાર્થીન સહકાર આપ્યો. |
|
| 11 | Arrange | વ્યવસ્થા કરવી | He arranged the chairs for the meeting. | તેણે બેઠક માટે ખુરશીઓની વ્યવસ્થા કરી. |
| 12 | Improve | સુધારવું | We need to improve our communication skills. | આપણે સંચાર કુશળતા સુધારવાની જરૂર છે. |
| 13 | Provide | પૂરો પાડવો | The office will provide lunch for all staff. | ઓફિસ તમામ સ્ટાફને ભોજન પુરૂ પાડશે. |
| 14 | Recommend | ભલામણ કરવી | The doctor recommended rest for two days. | ડૉક્ટરે બે દિવસ આરામ કરવાની ભલામણ કરી. |
| 15 | Report | અહેવાલ આપવો | She reported the issue to her supervisor | તેણીએ સમસ્યા વિશે તેના સુપરવાઈઝરને અહેવાલ આપ્યો. |
|
| 16 | Arrange | ગોઠવવું | He arranged a meeting with the client | તેણે કલાયન્ટ સાથે બેઠક ગોઠવી. |
| 17 | Collect | એકત્રિત કરવું | The clerk collected the forms from students. | કલાર્કે વિદ્યાર્થીઓ પાસેથી ફોર્મ એકત્રિત કર્યા. |
| 18 | Deliver | પહોંચાડવું | The courier delivered the parcel on time. | કુરિયર પાર્સલ સમયસર પહોંચાડવામાં આવ્યુ. |
| 19 | Explain | સમજાવવું | The teacher explained the lesson clearly. | શિક્ષકે પાઠ સ્પષ્ટ રીતે સમજાવ્યો. |
| 20 | Invite | આમંત્રિત કરવું | We invited all parents to the annual function. | અમે તમામ માતા-પિતાને વાર્ષિક કાર્યક્રમ માટે આમંત્રિત કર્યા. |
|
| 21 | Review | સમીક્ષા કરવી | We will review the project plan tomorrow. | આપણે આવતીકાલે પ્રોજેક્ટ પ્લાનની સમીક્ષા કરીશું. |
| 22 | Manage | વ્યવસ્થા કરવી / સંભાળવું | She manages the entire sales team. | તેણી સમગ્ર વેચાણ ટીમનું સંચાલન કરે છે. |
| 23 | Schedule | સમયપત્રક બનાવવું | He scheduled the meeting for Friday. | તેણે શુક્રવાર માટે બેઠકનું આયોજન કર્યું. |
| 24 | Organize | આયોજન કરવું | The team organized a farewell party. | ટીમે વિદાય સમારંભનું આયોજન કર્યું. |
| 25 | Operate | ચલાવવું | He learned how to operate the machine. | તેણે મશીન કેવી રીતે ચલાવવું તે શીખ્યું. |
|
| 26 | Prepare | તૈયાર કરવું | The chef prepared a special meal. | રોફએ એક ખાસ ભોજન તૈયાર કર્યું. |
| 27 | Receive | મેળવવું/પ્રાપ્ત કરવું | He received the parcel yesterday. | તેને ગઈકાલે પાર્સલ મળ્યું. |
| 28 | Solve | ઉકેલવું | We need to solve this problem quickly. | આપણે આ સમસ્યાનો જલ્દી ઉકેલ લાવવો પડશે. |
| 29 | Test | ચકાસવું / પરીક્ષણ કરવું | They will test the new software. | તેઓ નવા સોફ્ટવેરનું પરીક્ષણ કરશે. |
| 30 | Train | તાલીમ આપવી | The company will train new employees | કંપની નવા કર્મચારીઓને તાલીમ આપશે. |
|
| 31 | Construct | બાંધવું / બનાવવું | They will construct a new bridge. | તેઓ નવો પુલ બાંધશે. |
| 32 | Control | નિયંત્રિત કરવું | He learned to control his emotions. | તેણે પોતાની લાગણીઓને નિયંત્રિત કરવાનું શીખ્યું, |
| 33 | Evaluate | મૂલ્યાંકન કરવું | The teacher will evaluate the students' performance. | શિક્ષક વિદ્યાર્થીઓના પ્રદર્શનનું મૂલ્યાંકન કરશે. |
| 34 | Finalize | અંતિમ રૂપ આપવું | We need to finalize the contract by Friday. | આપણે શુક્રવાર સુધીમાં કોન્ટ્રાક્ટને અંતિમ રૂપ આપવું પડશે. |
| 35 | Inspect | તપાસ કરવી / નિરીક્ષણ કરવું | The officer inspected the factory. | અધિકારીએ કારખાનાનું નિરીક્ષણ કર્યું. |
|
| 36 | Apologize | માફી માંગવી | He apologized for his mistake. | તેણે પોતાની ભૂલ માટે માફી માંગી. |
| 37 | Clarify | સ્પષ્ટ કરવું | She clarified the doubt of the student. | તેણે વિદ્યાર્થીની શંકા દૂર કરી. |
| 38 | Describe | વર્ણન કરવું | He described the plan in detail. | તેણે યોજનાનું વિગતવાર વર્ણન કર્યું. |
| 39 | Organize | આયોજન કરવું | They organized a cultural program. | તેમણે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું. |
| 40 | Review | સમીક્ષા કરવી | The teacher reviewed the test papers. | શિક્ષકે પરીક્ષા પેપરની સમીક્ષા કરી. |
|
| 41 | Announce | જાહેરાત કરવી | The principal announced the holiday. | પ્રિન્સિપાલે રજાની જાહેરાત કરી. |
| 42 | Communicate | સંચાર કરવો | Good leaders communicate clearly. | સારા નેતાઓ સ્પષ્ટ રીતે સંવાદ /સંચાર કરે છે.. |
| 43 | Explain | સમજાવવું | He explained the rules to the team. | તેણે ટીમને નિયમો સમજાવ્યા. |
| 44 | Participate | ભાગ લેવો | Students participated in the competition. | વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધો. |
| 45 | Respond | જવાબ આપવો | She responded quickly to the email. | તેણીએ ઈમેલનો ઝડપી જવાબ આપ્યો. |
|
| 46 | Forward | આગળ મોકલવું | Please forward this mail to your team. | કૃપા કરીને આ મેઇલ તમારી ટીમને આગળ મોકલો. |
| 47 | Guide | માર્ગદર્શન આપવું | The mentor will guide the students | મેન્ટરે (માર્ગદર્શક) વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે. |
| 48 | Highlight | મુખ્ય ખતાવવું | The report highlights the key issues. | રિપોર્ટ મુખ્ય મુદ્દાઓ દર્શાવે છે. |
| 49 | Implement | અમલ કરવો | The school implemented new rules. | શાળાએ નવા નિયમોનો અમલ કર્યો. |
| 50 | Instruct | સૂચના આપવી | The officer instructed the team to start work. | અધિકારીએ ટીમને કામ શરૂ કરવાની સૂચના આપી. |
|
| 51 | Supervise | સુપરવાઈઝ / દેખરેખ રાખવી | The officer supervises all the staff. | અધિકારી બધા કર્મચારી પર દેખરેખ રાખે છે. |
| 52 | Update | અપડેટ સુધારો / નવી માહિતી આપવી | Please update the file regularly. | કૃપા કરીને ફાઈલ નિયમિત સુધારો. |
| 53 | Verify | વેરિફાય / ચકાસવું | The documents must be verified by the officer. | દસ્તાવેજો અધિકારી દ્વારા ચકાસવા જોઈએ. |
| 54 | Balance | બેલેન્સ / સંતુલન રાખવું | We must balance work and personal life. | અમારે કામ અને વ્યક્તિગત જીવનમાં સંતુલન રાખવું જોઈએ. |
| 55 | Authorize | ઓથોરાઇઝ / અધિકૃત કરવું | Only the manager can authorize payments. | ફક્ત મેનેજર ચુકવણીઓને અધિકૃત કરી શકે છે. |
|
| 56 | Cancel | કેન્સલ / રદ કરવું | The event was cancelled due to rain. | વરસાદનાં કારણે પ્રોગ્રામ રદ કરવો પડ્યો |
| 57 | Compile | કમ્પાઇલ / એકત્રિત કરવું | She compiled all the data in one file. | તેણીએ દરેક ડેટા એક ફાઈલમાં એકત્રીત કર્યો. |
| 58 | Conduct | કન્ડક્ટ / આયોજન / સંચાલન કરવું | The school conducted an exam last week. | ગયા અઠવાડીયે શાળાએ પરીક્ષા યોજી હતી. |
| 59 | Connect | કનેક્ટ / જોડાવું | Please connect the laptop to the projector. | મહેરબાની કરી લેપટોપને પ્રોજેક્ટર સાથે જોડો. |
| 60 | Design | ડિઝાઇન ડિઝાઇન કરવી / દોરવું | Teacher designed a square on board. | શિક્ષકે બોર્ડ પર ચોરસ દોર્યું |
|
| 61 | Divide | ડિવાઇડ / વહેંચવું | The teacher divided the class into groups. | શિક્ષકે ક્લાસને જૂથોમાં વહેંચ્યા. |
| 62 | Focus | ફોકસ / ધ્યાન કેન્દ્રિત કરવું | Students should focus on studies. | વિદ્યાર્થીઓએ અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. |
| 63 | Learn | લર્ન / શીખવું | We must learn English. | આપણે અંગ્રેજી શીખવું જ જોઈએ. |
| 64 | Expand | એક્સપેન્ડ / વિસ્તૃત કરવું | The company wants to expand its business | કંપની તેનો વ્યવસાય વિસ્તૃત કરવા માગે છે. |
| 65 | Lead | લીડ / નેતૃત્વ કરવું | She will lead the new team. | તેણી નવી ટીમનું નેતૃત્વ કરશે. |
|
| 66 | Good Morning | ગુડ મોર્નિંગ / શુભ સવાર, સુપ્રભાત | Good Morning, Principal sir | આચાર્યશ્રી સુપ્રભાત. |
| 67 | Good Day | ગુડ ડે / શુભ દિવસ | Good day, madam. | શુભ દિવસ મેડમ. |
| 68 | Good Afternoon. | ગુડ આફટરનુન / શુભ બપોર | Good afternoon! I hope your day's been good. | શુભ બપોર આશા છે તમારો દિવસ ਸારો ગયો. |
| 69 | Good Night | ગુડ નાઈટ / શુભ રાત્રી | Good night, see you tomorrow. | શુભ રાત્રી, કાલે મળીએ. |
| 70 | Welcome | વેલકમ / સ્વાગત કરવું | Welcome to our office. | અમારા ઓફિસમાં આપનું સ્વાગત છે. |
|
| 71 | Divide | ડિવાઇડ / ભાગ પાડવો | The teacher divided the class into groups. | શિક્ષકે ક્લાસને જૂથોમાં ભાગ પાડ્યો |
| 72 | Gather | ગેઘર / ભેગું કરવું | They gathered information from all sources. | તેમણે બધા સ્ત્રોતોમાંથી માહિતી ભેગી કરી. |
| 73 | Ignore | ઈગ્નોર / અવગણવું | We should not ignore small mistakes. | અમારે નાની ભૂલો અવગણવી નહી જોઈએ. |
| 74 | Plan | પ્લાન / યોજના બનાવવી | They planned a trip for next month. | તેમણે આગામી મહિને પ્રવાસની યોજના બનાવી. |
| 75 | Include | ઇનક્લુડ / સામેલ કરવું | The list includes all names. | યાદીમાં બધા નામ સામેલ છે. |
|
| 76 | Obtain | ઓબટેઇન / મેળવવું | You must obtain permission before entering. | પ્રવેશ કરતા પહેલા તમારે પરવાનગી મેળવવી પડશે. |
| 77 | Open | ઓપન / ખોલવું | Please open the file carefully. | કૃપા કરીને ફાઇલ ધ્યાનથી ખોલો. |
| 78 | Close | ક્લોઝ / બંધ કરવું | Please close the door. | કૃપા કરીને દરવાજો બંધ કરો |
| 79 | Involve | ઇન્વોલ્વ / સામેલ થવું | All employees are involved in the project. | બધા કર્મચારીઓ પ્રોજેક્ટમાં સામેલ છે. |
| 80 | Perform | પર્ફોર્મ / પ્રદર્શન કરવું | The artist performed well on stage. | કલાકારે મંચ પર સારું પ્રદર્શન કર્યું. |
|
| 81 | Agenda | કાર્યક્રમ / ચર્ચાના મુદ્દા(એજન્ડા) | what is the agenda of meeting ? | મિટીંગના ચર્ચાના મુદ્દા શુ છે? |
| 82 | Brief | ટૂંકું વર્ણન(બ્રિફ) | She gave a brief report on the progress. | તેણીએ પ્રગતિ પર ટૂંકી રિપોર્ટ આપી. |
| 83 | Draft | ડ્રાફ્ટ / રૂપરેખા(ડ્રાફ્ટ) | He prepared a draft of the letter. | તેણે પત્રનો ડ્રાફ્ટ તૈયાર કર્યો. |
| 84 | Circulate | પ્રસાર કરવું / વહેંચવું(સર્ક્યુલેટ) | The notice was circulated to all staff. | નોટિસ બધાં સ્ટાફમાં વહેંચાઈ હતી. |
| 85 | Share | વહેંચવું / રજુ કરવું(શેર) | Please share your ideas. | કૃપા કરીને તમારા વિચારો રજુ કરો. |
|
| 86 | Observe | અવલોકન કરવું(ઓબસર્વ) | Teachers observe the students during exams. | શિક્ષકોએ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓનું અવલોકન કરે છે. |
| 87 | Present | રજૂ કરવું(પ્રેઝન્ટ) | He presented his project to the committee. | તેણે કમિટીને પોતાનો પ્રોજેક્ટ રજૂ કર્યો. |
| 88 | Prioritize | પ્રાથમિકતા આપવી(પ્રાઓરીટીઝ) | We must prioritize important tasks. | આપણે મહત્વપૂર્ણ કાર્યોને પ્રાથમિકતા આપવી જોઈએ. |
| 89 | Propose | પ્રસ્તાવ મૂકવો(પ્રપોસ) | She proposed a new idea. | તેણીએ એક નવો વિચાર પ્રસ્તાવિત કર્યો. |
| 90 | Record | રેકોર્ડ કરવો / નોંધવું(રેકોર્ડ) | Please record the video of a dance. | કૃપા કરીને નૃત્યનો વિડીઓ રેકોર્ડ કરો. |
|
| 91 | Control | નિયંત્રણ રાખવું(કન્ટ્રોલ) | The teacher controlled the noisy class. | શિક્ષકે અવાજ કરતો ક્લાસને નિયંત્રિત કર્યો. |
| 92 | Courage | હિંમત(કરેઝ) | It takes courage to say sorry. | માફી માંગવા માટે હિંમત જોઈએ. |
| 93 | Engage | જોડાવું / વ્યસ્ત રાખવું(એન્ગેજ) | The trainer engaged students in activities. | ટ્રેનરે વિદ્યાર્થીઓને પ્રવૃત્તિઓમાં જોડ્યા. |
| 94 | Expect | અપેક્ષા રાખવી(એક્સપેક્ટ) | The teacher expects good results. | શિક્ષક સારા પરિણામોની અપેક્ષા રાખે છે. |
| 95 | Refer | સંદર્ભ આપવો(રીફર) | Please refer to the attached file. | કૃપા કરીને જોડેલી ફાઇલ જુઓ. |
|
| 96 | Register | નોંધણી કરવી(રજીસ્ટ્રર) | You must register for the event. | તમારે કાર્યક્રમની નોંધણી કરવી પડશે. |
| 97 | Request | વિનંતી કરવી(રીકવેસ્ટ) | I request your support in this matter. | હું આ બાબતમાં તમારો સહયોગ માગું છું. |
| 98 | Schedule | સમયપત્રક / કાર્યક્રમ(શેડ્યૂલ) | The school published the exam schedule. | શાળાએ પરીક્ષાનું સમયપત્રક પ્રકાશિત કર્યું. |
| 99 | Measure | માપવું(મેઝર) | The engineer measured the length. | એન્જિનિયરે લંબાઈ માપી. |
| 100 | Increase | વધારો કરવો(ઇનક્રીઝ) | The company increased the salary. | કંપનીએ પગારમાં વધારો કર્યો. |
|
| 101 | Monitor | દેખરેખ રાખવી(મોનિટર) | The principal will monitor the exam. | પ્રિન્સિપાલ પરીક્ષાની દેખરેખ રાખશે. |
| 102 | Motivate | પ્રોત્સાહિત કરવું(મોટિવેટ) | The coach motivated the players. | કોચે ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા. |
| 103 | Outline | રૂપરેખા આપવી(આઉટલાઇન) | He gave an outline of the project. | તેણે પ્રોજેક્ટની રૂપરેખા આપી. |
| 104 | Prevent | રોકવું(પ્રિવેન્ટ) | We must prevent accidents at work. | અમારે કાર્યસ્થળ પર અકસ્માતો રોકવા જોઈએ. |
| 105 | Inspire | પ્રેરણા આપવી(ઇન્સ્પાયર) | The teacher inspired students to work hard. | શિક્ષકે વિદ્યાર્થીઓને મહેનત કરવાની પ્રેરણા આપી. |